@sarkazein
જંગલમાં ક્યાંય રાજાશાહી નથી હોતી; તોય આપણે સિંહને 'વનરાજ' કહીએ છીએ! કારણ શું? આપણા પ્રક્ષેપો (પ્રોજેક્શન્સ) સિંહને માથે મારવાની ગુસ્તાખી કરીએ છીએ. બાકી કાનનનો કાનૂન હિંસાત્મક લોકતંત્રને અનુસરનારો હોય છે. જંગલમાં કોઇ શિયાળ લુચ્ચું નથી હોતું અને કોઇ બગલો દંભી નથી હોતો. કોઈ વાઘ ક્રૂર નથી હોતો. બધાં પ્રાણીઓ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે જીવે છે. કેવળ માણસ પોતાની સહજ પ્રકૃતિ છોડીને જીવે છે.